એલપીજી વપરાશકર્તા તરીકે, હું મારા રસોડાની સુરક્ષાની જવાબદારી લઉં છું! હું પ્રતિજ્ઞા કરું છું કે….
- જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે રેગ્યુલેટર બંધ કરવાની જવાબદારી લઉં છું.
- હું હંમેશા મારા ગેસ સ્ટોવને ઊંચા પ્લેટફોર્મ પર અને સિલિન્ડરના સ્તરથી ઉપર રાખીશ
- સિલિન્ડર પ્રાપ્ત કરતી વખતે વજન અને લીકેજની તપાસ કરવી તેની ખાતરી કરીશ.
- હું દર 5 વર્ષમાં મારા એલપીજી ઇન્સ્ટોલેશનની અધિકૃત મિકેનિક દ્વારા તપાસ કરાવીશ.
- અને, જો મને એલપીજીની ગંધ આવે છે, તો હું રેગ્યુલેટર બંધ કરીને, ઇલેક્ટ્રિકલ અથવા બેટરી સંચાલિત સાધનોને સ્પર્શ કરવાનું ટાળીને અને તરત જ 1906 પર કૉલ કરીને ઝડપથી કાર્ય કરીશ.
મારું રસોડું, મારી સુરક્ષા, મારી જવાબદારી!